વડોદરાના સર્વાંગી વિકાસ અને જનહિતના લક્ષ્ય સાથે આજે વોર્ડ નં. ૧૫ ના કોંગ્રેસના નિષ્ઠાવાન ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

નીલમ શ્રીવાસ્તવ, પારુલ પટેલ, રાજેન્દ્ર બારોટ અને આશિષ જોશી એ ભવ્ય રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચી ફોર્મ ભર્યું હતું.આ રેલી દીપક શ્રીવાસ્તવની ઓફિસથી શરૂ થઈ હરિયાળી હોટલ, વાઘોડિયા રોડ અને ગજરાવાડી જેવા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં ઠેર-ઠેર જનમેદનીએ 'બદલાવ' ના નાદ સાથે ઉમેદવારોને વધાવ્યા હતા.

ચાલો, બદલાવ માટે સાથે ચાલીએના સૂત્ર સાથે કોંગ્રેસે મક્કમ ડગ માંડ્યા છે. વડોદરાના પ્રશ્નોના નિરાકરણ અને શહેરના ઉજ્જવળ ભવિષ્ય માટે આ ચારેય ઉમેદવારો હવે પ્રજાની અદાલતમાં મતની અપીલ કરી રહ્યા છે.

Reporter: admin







