News Portal...

Breaking News :

નવરાત્રી માં શક્તિપીઠ પાવાગઢ માં જોવા મળ્યા ભાવુક દ્રશ્યો

2024-04-16 11:48:32
નવરાત્રી માં શક્તિપીઠ પાવાગઢ માં જોવા મળ્યા ભાવુક દ્રશ્યો

એક પિતાની પુત્રી પ્રત્યેના પ્રેમ ની લાગણી નું જીવંત ઉદાહરણ જોવા મળ્યું 

પોતાની 16 વર્ષીય દિવ્યાંગ દીકરી ને ઊંચકી ને પિતા પાવાગઢ ના કપરા ચઢાણ ચઢ્યા

આણંદ ના મીંઢળપુર પંથકના પિતા પોતાની જન્મથી મુકબધિર અને દિવ્યાંગ 16 વર્ષીય દીકરીને માતાજીના દર્શન કરાવવા માટે પાવાગઢ લઈને આવ્યા

અંદાજીત 16 વર્ષીય દીકરીને મંદિરના પગથિયાં પીઠ ઉપર બેસાડી પિતાએ કપરા ચઢાણ ચઢ્યા

જન્મ લેતાં જ દીકરી ને તરછોડી દેતા દંપતીઓ અને પરિવારો માટે દાખલારૂપ દ્રશ્યો

50 વર્ષીય શ્રમિક પિતા પોતાની દીકરીને માતાજીના દરબારમાં નવરાત્રિ ટાણે દર્શન માટે એક અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસ સાથે લઈને આવ્યા

માચી થી માતાજીના મંદિરના પગથિયાં ચઢવા એકલી વ્યક્તિને પણ મુશ્કેલી પડતી હોય છે

કાળઝાળ ગરમી ના સમયે અંદાજીત 40 કિલો થી વધુ વજન પિતાએ પોતાની પીઠ ઉપર ઊંચકી દીકરી ને માતાજીના દરબાર સુધી લઈ ગયા

આણંદ ના મીંઢળપુર પંથકના શ્રમજીવી પરિવારના છે પિતા પુત્રી

Reporter:

Related Post