News Portal...

Breaking News :

બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા લાયન્સ ક્લબના સહયોગથી વિચારપ્રેરક સ્ટાર્ટ-અપ કોક્લેવનું આયોજન

2025-12-29 17:33:46
બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા લાયન્સ ક્લબના સહયોગથી વિચારપ્રેરક સ્ટાર્ટ-અપ કોક્લેવનું આયોજન


બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232 FIના સહયોગથી "વાઇબ્રન્ટ સ્ટાર્ટ-અપ સિનેર્જી 2026"  વિચારપ્રેરક સ્ટાર્ટ-અપ કોક્લેવનું આયોજન કરવામાં આવ્યું.જેમાં બંને સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.  


બીએમએ  અને લાયન્સ કલબ ડિસ્ટ્રીકટ 3232 FI દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ વિશેની પત્રકાર પરિષદમાં બીએમએના અધ્યક્ષ ડો.મુકુંદ પુરોહિત, સહિત લાયન્સ ડિસ્ટ્રીકટ ગર્વનર દિપક સુરાણર સમગ્ર આયોજન વિશે જાણકારી આપી હતી. સ્ટાર્ટઅપ કોનકલેવ 3 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે. 250થી વધુ રજિસ્ટ્રેશન થયા છે.જેનો હેતુ યુવા ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયિક નેતાઓને એક સશક્ત મંચ પૂરું પાડવાનો છે.


ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત અગ્રણીઓ. નીતિ નિર્માતાઓ, રોકાણકારો, ઇન્ક્યુબેશન સેન્ટરો, માર્ગદર્શકો તથા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો ઉપસ્થિત રહી પોતાના અનુભવ અને દૃષ્ટિકોણ શેર કરશે. સ્ટાર્ટ-અપ્સ માટે રોકાણની તકો, નેટવર્કિંગ, સરકારી નીતિઓ, વૈશ્વિક વ્યવસાયિક અવસરો, ઇનોવેશન તથા સહયોગી ભાગીદારી અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાશે, જે યુવા ઉદ્યોગ સાહસિકોને વ્યવસાયિક વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડશે.

Reporter: admin

Related Post