News Portal...

Breaking News :

ન્યુ યર સેલિબ્રેશન માટે શહેર પોલીસનું ટ્રાફિક લોકડાઉન પ્લાન

2025-12-30 16:18:38
ન્યુ યર સેલિબ્રેશન માટે શહેર પોલીસનું ટ્રાફિક લોકડાઉન પ્લાન


ટ્રાફિક કડક : નો-પાર્કિંગ–નો-એન્ટ્રી જાહેર.
સદરબજાર, અલકાપુરી રોડ, અટલ બ્રિજ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પ્રતિબંધો અમલમાં રહેશે; નાગરિકોને વૈકલ્પિક માર્ગો અપનાવવા પોલીસની અપીલ..




નવા વર્ષની ઉજવણીને લઈ વડોદરા શહેરમાં નો-પાર્કિંગ, નો-એન્ટ્રી અને ટ્રાફિક ડાયવર્ઝન જાહેર.
નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં વાહન વ્યવહાર સુચારૂ રહે અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તે હેતુસર વડોદરા શહેર પોલીસ દ્વારા નો-પાર્કિંગ, નો-એન્ટ્રી અને ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર, IPS દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33 (1)(બ) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી તા. 31/12/2025ના સાંજના 6.00 કલાકથી નવા વર્ષની ઉજવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.નવા વર્ષની ઉજવણી દરમિયાન ફતેગંજ સદરબજાર વિસ્તાર, સયાજીગંજ, ડેરીડેન સર્કલ, અલકાપુરી રોડ, ચકલી સર્કલ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થાપન માટે આ પગલાં લેવામાં આવ્યા છે.જાહેરનામા અનુસાર કાલાઘોડા સર્કલથી કમાટીબાગ રોડ, નરહરી સર્કલ, સદરબજાર રોડ, જુનાવુડા સર્કલ, સેવન સીઝ મોલ, ફતેગંજ સર્કલ, પેવેલિયન સર્કલ, અટલ બ્રિજ, અકોટા બ્રિજ, દાંડિયાબજાર બ્રિજ અને ફતેગંજ બ્રિજ સહિતના માર્ગો પર તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.


તેમજ નરહરી સર્કલ–સદરબજાર રોડ–જુનાવુડા સર્કલ તથા જુનાવુડા સર્કલ–સદરબજાર રોડ–નરહરી સર્કલ માર્ગો પર ટ્રાફિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વૈકલ્પિક માર્ગો પરથી વાહન વ્યવહાર ચલાવવાનું રહેશે.ભારદારી વાહનો અને GSRTC બસો માટે ફતેગંજ સર્કલથી કાલાઘોડા સર્કલ, ઇ.એમ.ઇ. સર્કલથી જુનાવુડા સર્કલ તથા યોગા સર્કલથી અકોટા બ્રિજ તરફના માર્ગો પર પ્રવેશ પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે. આ વાહનો માટે અટલ બ્રિજ, પંડયા બ્રિજ, અક્ષરચોક, નિઝામપુરા રોડ, છાણી જકાતનાકા સહિતના વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. સુશેન સર્કલ, ભવન્સ સર્કલ, લાલબાગ બ્રિજ, તુલસીધામ, અક્ષરચોક–મુજમહુડા માર્ગ પર પણ ટ્રાફિક પ્રતિબંધ રહેશે અને વાહનોને વડસર, કલાલી બ્રિજ, જુના પાદરા રોડ સહિતના વૈકલ્પિક માર્ગો પરથી અવરજવર કરવાની રહેશે.જાહેરનામામાં પોલીસ બંદોબસ્તમાં તૈનાત વાહનો, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ તેમજ અન્ય ઈમરજન્સી સેવાઓ અને હોસ્પિટલ જતાં વાહનોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.વડોદરા શહેર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જાહેરનામાનું પાલન કરી ટ્રાફિક પોલીસને સહકાર આપે અને નવા વર્ષની ઉજવણી સુરક્ષિત રીતે કરે.

Reporter: admin

Related Post