વડોદરા શહેર મા ચેત્રી નવરાત્રી નો પારંભ થઇ ચુક્યો છે. આજે બીજો દિવસ છે. તેમજ ચેટી ચાંદ ની ઉજવણી પણ ભારે ઘામઘુમ પૂર્વક કરવામાં આવી હતી. વડોદરા ના માઇ ભક્તો માતાજી ની ભક્તિ મા લીન જોવા મળ્યા હતા શહેર ના વિવિધ વિસ્તારોમા આવેલ માઇ મંદિરો મા આજે વહેલી સવાર થીજ ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી.હિન્દુ ધર્મમાં નવરાત્રિના દિવસનું ખૂબ મહત્વ છે. આ નવ દિવસોમાં દેવી ભગવતીની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી મંગળવાર 9 એપ્રિલથી શરૂ થઇ ગઇ છે. નવરાત્રિમાં કન્યા પૂજન અને હવનનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન અષ્ટમી અને નવમીના દિવસોમાં કન્યા પૂજા કરવામાં આવે છે.
ચૈત્રી નવરાત્રીના નવ દિવસ શક્તિ ઉપાસકો ઉપવાસ રાખી માતા રાનીની પૂજા અર્ચના કરે છે. આજે ચૈત્રી નવરાત્રીનું પહેલું નોરતું છે.
એવું પણ માનવામાં આવે છે કે દેવી દુર્ગાએ રાક્ષસોના અલગ અલગ રૂપોમાં વધ કર્યો હતો. તો નવરાત્રીમાં માતા દુર્ગાના આ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા – આરાધના કરવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રીના નવમાં દિવસે રાજા દશરથના ઘરે ભગવાન રામનો જન્મ થયો હતો, તેવી દંતકથા જોડાયેલી છે, જેના કારણે આ નવરાત્રીનું ધાર્મિક મહત્વ વધી જાય છે. ચૈત્ર નવરાત્રીના નવમાં દિવસને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રામરાજ્યની સ્થાપના થઈ હતી
Reporter: News Plus