વડોદરાના ન્યાય મંદિર ન્યૂ રોડ પાસે જાહેર રસ્તા પર દાણાનો જુગાર રમતા પાંચ ઇસમોને PCB પોલીસે ઝડપી પાડ્યા.

પ્રાપ્ત માહિતી મુજબ, PCB પોલીસે ન્યાય મંદિર ન્યૂ રોડ વિસ્તારમાં જાહેર રસ્તા પર કેટલાક ઇસમો દાણા વડે જુગાર રમી રહ્યા હતા ત્યારે PCB પોલીસે તરત જ સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા પાંચ ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી જુગારનો સામાન તથા રોકડ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સમગ્ર મામલે PCB પોલીસે આરોપીઓ વિરુદ્ધ જાહેર જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: admin







