પાવીજેતપુરમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એક મહારાષ્ટ્રિયન વૃધ્ધ ગાંડો ફરતો હોય જેને જોઈને ગામના યુવાને સુરતની સામાજિક સંસ્થાને ફોન કરી બોલાવી, નહવાડી,ધોવાડી નવા કપડાં પેહરાવી વડોદરા આશ્રમમાં હાલ મૂકવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર નગરમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એક વૃદ્ધ ગાંડો ખૂબ જ ગંદી પરિસ્થિતિમાં તૂટેલા, ફાટેલા કપડાં પહેરેલી હાલતમાં ફરતો હોય જેને નિહાળી પાવીજેતપુરના જ સજાગ યુવાન એવા વસીમભાઈ ગુલામભાઈ ખત્રી ( લકી ) નું હૃદય દ્રવી ગયું હતું દોઢ વર્ષ પૂર્વે તેઓએ સોશિયલ મીડિયા ઉપર કેટલીક સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. જ્યારે આ અઠવાડિયામાં જ સુરતની સામાજિક સંસ્થા એવી એચ આર કે હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરતા ૯ એપ્રિલના રોજ રાજકારિયા ભાઈ અને પંકજ સુતરીયાની ટીમ પાવીજેતપુરમાં આવી પહોંચી હતી. સૌપ્રથમ વસીમભાઈ નો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ નગરની અંદર આ વૃદ્ધ ગાંડો ક્યાં છે ? તેની શોધખોળ આરંભી હતી જે છોટાઉદેપુર હાઇવે ઉપર મળી આવ્યો હતો ત્યાં પહોંચી તેની સાથે હિન્દી, ગુજરાતી માં થોડી વાત કરી હતી. ત્યારે આ ગાંડો મરાઠી ભાષા બોલતા વસીમભાઈ ની દુકાન ની આગળ ફ્રુટ ની લારી કરતાં મહારાષ્ટ્રીયન ભાઈને બોલાવવામાં આવ્યા હતા. તેઓએ સૌપ્રથમ વૃદ્ધનું નામ પૂછ્યું હતું. તેઓએ પોતાનું નામ વનાભાઈ જણાવ્યું હતું ધીમે ધીમે વાત વધુ થતાં જાણવા મળ્યું હતું કે વનાભાઈ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચોપડા ગામના રહીશ છે.
સુરતથી આવેલી ટીમે વનાભાઈ નું વાતવાતમાં મન જીત્યું હતું ત્યાર પછી વાળ કપાવવા માટે અને નાહવા માટે તૈયાર કર્યા હતા. પંકજભાઈ સુતરીયાએ વનાભાઈ ના મશીનથી માથાના અને દાઢીના વાળ કાઢ્યા હતા તેમજ સ્નાન કરાવી વ્યવસ્થિત તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ વેરિફિકેશન કરી વડોદરા અપના ઘર આશ્રમમાં મોકલવામાં આવ્યા છે.
એચ આર કે હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા રાજકારિયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વનાભાઈ આશ્રમમાં રહેશે ત્યાં તેઓને રહેવા જમવાનું ફ્રી સેવા ઉપલબ્ધ મળશે, સાથે સાથે દવા ચાલુ રહેશે જેનાથી તેઓની સ્થિતિ સ્ટેબલ થશે અને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થશે અને એમના પરિવાર દ્વારા જોવા માં આવશે અને કનેક્શન થશે તો તેઓને તેઓના પરિવાર સાથે મિલન કરાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેઓએ વધુ ઉમેરતા જણાવ્યું હતું કે જે કોઈપણ વિસ્તારમાં આવા અસ્થિર મગજના તેમજ ઘર વગરના વૃદ્ધ વ્યક્તિઓ હોય તો તેઓએ તેમની સંસ્થા નો મોબાઈલ નંબર ૭૭૭૭૯૯૮૭૭૭ ઉપર સંપર્ક કરી આવી વ્યક્તિઓ અંગે સંસ્થાને જણાવવા જણાવ્યું હતું.
આમ, પાવીજેતપુર ના યુવાન ની સજાગતા ના કારણે સુરતની સંસ્થા ની ટીમ પાવીજેતપુર માં આવી ગંદી પરિસ્થિતિમાં રહેતા ગાંડાને નવડાવી, ધો, નવીન કપડા પેહરાવિ સાફ સુથરા તૈયાર કરી વડોદરા આશ્રમમાં યોગ્ય સ્થાન મળ્યું છે. અને ભવિષ્યમાં પરિવાર સાથે પણ તેઓનું મિલન થશે.
Reporter: