News Portal...

Breaking News :

પરસોત્તમ રૂપાલાના વિરોધ ને લઈ કદવાલ રાજવીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ

2024-05-24 13:12:01
પરસોત્તમ રૂપાલાના વિરોધ ને લઈ કદવાલ રાજવીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ

ભીખાપુરા

પરસોત્તમ રૂપાલાના વિવાદિત નવેદનને લઈ વિરોધ પ્રદર્શન આયોજન રૂપે કદવાલ રાજવી ના અધ્યક્ષ સ્થાને મીટીંગનું આયોજન કડવાલ દરબાર ગઢ ખાતે રાખવામાં આવી હતી.તાજેતરમાં રાજકોટ લોકસભા બેઠક ના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે રીતનું નિવેદન કરવામાં આવ્યું છે 

જેને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજની લાગણી દુભાતા ઠેરઠેર પરસોત્તમ રૂપાલા ટીકીટ રદ કરવા માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે કદવાલ સ્ટેટ દ્વારા પણ વિરોધ દર્શાવવા માટે કદવાલ સ્ટેટમાં સમાવેશ દશ જેટલા ગામના રાજપુત આગેવાનો ની મીટીંગ મળી હતી.જેમાં આગામી સમયમાં પરસોત્તમ રુપાલા ના વિરોધ ને લઇ વ્યૂહ રચના કરવામાં આવી હતી. કદવાલ રાજપૂત સમાજના ૧૧ જેટલા ગામના રાજપૂતો આગામી ૧૨ તારીખે એકત્ર થઈને પરસોત્તમ રુપાલા ની ટીકીટ રદ કરવા માટે પાવીજેતપુર મામલતદાર ને આવેદનપત્ર પાઠવશે. 

જેને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજની લાગણી દુભાતા


ઠેરઠેર પરસોત્તમ રૂપાલા ટીકીટ રદ કરવા માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે કદવાલ સ્ટેટ દ્વારા પણ વિરોધ દર્શાવવા માટે કદવાલ સ્ટેટમાં સમાવેશ દશ જેટલા ગામના રાજપુત આગેવાનો ની મીટીંગ મળી હતી.જેમાં આગામી સમયમાં પરસોત્તમ રુપાલા ના વિરોધ ને લઇ વ્યૂહ રચના કરવામાં આવી હતી. કદવાલ રાજપૂત સમાજના ૧૧ જેટલા ગામના રાજપૂતો આગામી ૧૨ તારીખે એકત્ર થઈને પરસોત્તમ રુપાલા ની ટીકીટ રદ કરવા માટે પાવીજેતપુર મામલતદાર ને આવેદનપત્ર પાઠવશે. 

તેમજ ૧૧ જેટલા રાજપૂત સમાજના ગામોમાં વિવિધ રીતે રૂપાલાના વિરોધ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગમાં ગઢ ,ભીખાપુરા, કદવાલ,નાની ખાંડી, વડોથ,પાની, સેલવા,મુવાડા,જામ્બા, ખટાશ,કડાં એમ ૧૧ જેટલા ગામોના રાજપૂત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.આગેવાનો ના જણાવ્યા અનુસાર અમે ભાજપનો વિરોધ કરતા નથી અમારો વિરોધ ફક્ત અને ફક્ત  પરસોત્તમ રુપાલા નો છે તેઓની ટીકીટ રદ થવી જોઈએ જો ટીકીટ રદના કરે તો આવનાર સમય માં શુ કરવું એ અંગે ફરીથી મીટીંગ યોજવામાં આવશે.

Reporter: News Plus

Related Post