News Portal...

Breaking News :

લોકસભા ચૂંટણી ૨૦૨૪ : અવસર લોકશાહીનો તમામ એસોસિએશન નાં હોદ્દેદારોની આગેવાનીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંગે બેઠક યોજાઇ

2024-04-16 11:47:35
લોકસભા ચૂંટણી ૨૦૨૪ : અવસર લોકશાહીનો તમામ એસોસિએશન નાં હોદ્દેદારોની આગેવાનીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંગે બેઠક યોજાઇ

આગામી લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધારવા માટે આજરોજ તમામ એસોસિએશનના હોદેદારોની બેઠક વડોદરા મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમા લોકસભા સામાન્ય ચૂંટણી આગામી ૭મી મે ૨૦૨૪નાં રોજ યોજાનાર છે ત્યારે લોકશાહી નો સૌથી મોટા પર્વ એટલે કે ચૂંટણી ૨૦૨૪ માં વડોદરા શહેર વિસ્તારના તમામ ધંધાર્થીઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ આયોજનો કરવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. 

બેઠકમાં તમામ એસોસિએશન દ્વારા તેમના સભાસદો/સભ્યો દ્વારા મતદાન અવશ્ય કરવા બાબતનાં બેનર લગાવવા ,મતદાન ના દિવસે મત આપી ને આવેલ મતદારને પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ આપવું, હોટલ/ રેસ્ટોરન્ટ તેમજ દુકાનો માં શક્ય હોય તો મતદાન જાગૃતિના સેલ્ફી પોઈન્ટ મુકવા,  હોટલ/રેસ્ટોરન્ટમાં મતદાન જાગૃતિ વધારવા અંગેની રંગોળી બનાવવી, દરેક દુકાન રેસ્ટોરન્ટ દ્વારા દરેક બિલમાં શક્ય હોય તો મતદાન જાગૃતિ નો રબર સ્ટેમ્પ બનાવી આપવા ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાં બેઠકમાં  બેકરી એસોસિએશન દ્વારા બ્રેડ તેમજ અન્ય પ્રોડક્ટમાં મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર લગાવવા

તેમજ અન્ય એસોસિએશન પણ પેકિંગ પ્રોડક્ટમાં પણ મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર લગાવવા તથા મતદાન વધારવા માટે  પ્રયત્નો કરવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી તથા આદર્શ આચારસહિતાનો ભંગ ન થાય તેની કાળજી રાખવા તેમજ ,મતદાન અંગેના સંકલ્પ પત્ર મુજબ   પોતે તથા મારા હેઠળ કામ કરતા તમામને અવશ્ય મતદાન કરાવવા સંકલ્પબદ્ધ થયા હતા.આ બેઠકમા વડોદરાના વિવિધ જેવા કે  જેમ કે રેસ્ટોરન્ટ, હોટેલ, મર્ચન્ટ, મીઠાઈ અને ફરસાણ તેમજ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ના આગેવાનો

કે મંડળોના આગેવાનો શ્રીઓ તેમજ વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:

Related Post