ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી ડેસર તાલુકામાં પણ તેઓનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. પરંતુ અહીંના ક્ષત્રિયો હવે સ્થાનિક ક્ષત્રિય રાજકીય આગેવાનોને નિશાન બનાવી રહ્યા છે. સોશ્યલ મીડિયા ઉપર મુહિમ ચલાવવામાં આવી રહી છે
કે સાવલી ડેસરના ક્ષત્રિય રાજકારણીઓ ખોવાઈ ગયા છે. અને સ્થાનિકો એવા સવાલો પણ કરી રહ્યા છે કે શું તલવારો હજી પણ સમર્પિત છે?
પુરુષોત્તમ રુપાલાનો વિરોધ સમવાનું નામ નથી લઇ રહ્યો. ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં જ છે અને તેઓ વિરુદ્ધ ગામેગામ બેનરો પણ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે સાવલી ડેસર તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો હવે રાજકીય આગેવાનોને નિશાન બનાવી રહ્યા છે. સોશ્યલ મીડિયા ઉપર ભારે વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજ રાજકીય ક્ષત્રિય આગેવાનોને સણસણતા સવાલો પૂછી રહ્યા છે. સાવલી ડેસરના ક્ષત્રિયો ખોવાયા છે ના ટેગ સાથે સોશ્યલ મીડિયામાં મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેમાં કેટલાક નામો લખવામાં આવ્યા છે અને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે શું તલવારો હજુ સમર્પિત છે? આજે સમાજના સ્વાભિમાનની વાતમાં મૌન કેમ? રાજીનામાં કેમ નહિ? કે તમારા આકાઓની રાહ જોવામાં આવી રહી છે? થું છે તમારા ક્ષત્રિયવટ પર. આ કોમેન્ટ લખી કેટલાક ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોના નામ પણ ટેગ કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ વિરોધ ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું.
Reporter: News Plus