મધુ શ્રીવાસ્તવનો બફાટ, કોંગ્રેસને બીક લાગે છે
કોંગ્રેસ પાસે ટિકિટની માગ તો બીજી તરફ કોંગ્રેસની ઘોર ખોદી
કોંગ્રેસને બીક લાગે છે કે મધુ શ્રીવાસ્તવ ભાજપને નથી ગાંઠ્યા તો કોંગ્રેસને કેવી રીતે ગાંઠશે? આ અમે નથી કહી રહ્યા પણ ખુદ મધુ શ્રીવાસ્તવ આમ કહી રહ્યા છે. એક તરફ મધુ શ્રીવાસ્તવ માગી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસની ઘોર ખોદી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ આમ બોલતા નજરે પડી રહ્યા છે.
વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે જેમાં ભાજપા તરફે પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જંગમાં ઉતાર્યા છે. તો સામે કોંગ્રેસે હજુ ઉમેદવાર નક્કી નથી કર્યો અને મધુ શ્રીવાસ્તવ આ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવવા માટે તલપાપડ થઇ રહ્યા છે. પરંતુ તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી અગાઉ પારખા કરી ચુક્યા છે. હવે જો અપક્ષ ઉમેદવારી નોંધાવે તો તેઓની રાજકુંય કારકિર્દી ડામાડોળ જોવા મળી શકે છે તેવામાં તેઓએ કોંગ્રેસનો હાથ ઝાલવા મથામણ શરુ કરી છે. જો કે એક તરફ તેઓ કોંગ્રેસ પાસેથી ટિકિટની આશા લગાવીને બેઠા છે તો બીજી તરફ કોંગ્રેસ માટે જ બફાટ કરી રહ્યા છે. તેઓનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ બોલી રહ્યા છે કે કોંગ્રેસને બીક લાગે છે કે મધુ શ્રીવાસ્તવને જીત્યા પછી સંભાળશે કોણ? તેઓ ભાજપને નથી ગાંઠ્યા તો કોંગ્રેસને કેવી રીતે ગાંઠશે?
Reporter: