News Portal...

Breaking News :

ચૈત્રી નવરાત્રીના આજે ત્રીજા દિવસે પાવગઢ ખાતે ઉમટ્યા ભક્તો.,,,

2024-04-16 11:48:13
ચૈત્રી નવરાત્રીના આજે ત્રીજા દિવસે પાવગઢ ખાતે ઉમટ્યા ભક્તો.,,,

ચૈત્રી નવરાત્રીના આજે ત્રીજા દિવસે પાવગઢ ખાતે ઉમટ્યા ભક્તો.,,,     પોલીસની ટીમ ખડે પગે... આજે ચૈત્રી નવરાત્રીનો ત્રીજો દિવસ હોવાથી માઈ ભક્તો સવારથી માતાના મંદિરોમાં દર્શનાર્થે પહોંચી ગયા છે. જેમાં વિશ્વવિખ્યાત શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા છે. તો બીજી તરફ તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આ બાબતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ ભક્તો માટે માતાજીના દર્શન કરવા મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે જે આજે મોડી સાંજ સુધી ખુલ્લા રહેશે.


ફાયર તેમજ એમબ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે

માઇ ભક્તોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ તંત્ર દ્વારા 700 પોલીસનો કાફલો ખડે પગે તૈનાત કરવામાં આવ્યો છે. જેમાં 3 DySP, 8 P.I, 30 PSI, 250 પોલીસ, મહિલા પોલીસ, હોમગાર્ડ અને GRD સહિત અંદાજિત 700 જેટલા પોલીસકર્મીઓ તહેનાત છે.

તેમજ અલગ-અલગ પોઈન્ટ પરથી CCTV કેમેરા સહિત વીડિયોગ્રાફી વગેરેથી ભક્તો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ ફાયર તેમજ એમબ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

જગતજનની મા મહાકાળી માતાજીના મંદિરે સમગ્ર દેશભરમાંથી માઈ ભક્તો દર્શન કરવા આવતા હોય છે

મહત્વનું છે કે, જગતજનની મા મહાકાળી માતાજીના મંદિરે સમગ્ર દેશભરમાંથી માઈ ભક્તો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે  ચૈત્રી નવરાત્રીના પ્રારંભ દરમિયાન પાવાગઢ ખાતે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મંદિર ને રગબેરંગી લાઈટો થી શણગારવા મા આવ્યું છે.જેને જોતા મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા ભક્તોની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી અંતે CCTV કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. જેના દ્વારા મંદિરમાં થતી દરેક પરિસ્થિતિ અને હલચલ પર નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત યાત્રિકો માટે ઉડનખટોલા વહેલી સવારથી જ શરુ કરવામાં આવ્યા છે જે આજે મોડી સાંજ સુધી કાર્યરત રહેશે.

Reporter:

Related Post