મુંબઈ : મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાસ કરીને BMCની આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.
રવિવારે 28મી ડિસેમ્બર અજિત પવાર અને શરદ પવાર જૂથ વચ્ચે પિંપરી-ચિંચવડની ચૂંટણી માટે ગઠબંધન જાહેર થયા બાદ, 'વંચિત બહુજન અઘાડી' (VBA)ના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે એક સનસનીખેજ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, 'શરદ પવારના પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે આગામી સમયમાં કેન્દ્ર સરકારમાં મંત્રી બની શકે છે.'એનસીપીના બંને જૂથોના જોડાણ પર પ્રતિક્રિયા આપતા પ્રકાશ આંબેડકરે કહ્યું કે, 'ચૂંટણી પછી જો તમે સુપ્રિયા સુલેને કેન્દ્રીય મંત્રીમંડળમાં જુઓ તો આશ્ચર્ય પામશો નહીં. નથી.
આ માત્ર શરૂઆત છે, ધર્મનિરપેક્ષ પક્ષોએ હવે સાવધ રહેવાની જરૂર છે. અજિત પવારે શરદ પવાર માટે ભાજપ તરફ વળવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.' VBAના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે યાદ અપાવ્યું કે શરદ પવાર અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન પણ મહત્વના પદે હતા, તેથી તેમના અને ભાજપના સંબંધો ક્યારેય છૂપા રહ્યા
Reporter: admin







