News Portal...

Breaking News :

ઉત્તરાયણ પૂર્વે તંત્ર સજ્જ: બ્રિજો પર સેફ્ટી તાર લગાવવાની કામગીરી શરૂ

2025-12-30 12:36:13
ઉત્તરાયણ પૂર્વે તંત્ર સજ્જ: બ્રિજો પર સેફ્ટી તાર લગાવવાની કામગીરી શરૂ


ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની જીવલેણ દોરીથી વાહનચાલકોના ગળા ન કપાય અને જાનહાનિ ટાળી શકાય તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ફ્લાયઓવર અને બ્રિજ પર લોખંડના સુરક્ષા તાર (Safety Wires) લગાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. 


સામાન્ય રીતે સામાજિક સંસ્થાઓ અને કોર્પોરેશનના સહયોગથી થતી આ કામગીરી આ વર્ષે સમય પહેલા શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનની આ આગોતરી કામગીરીને બિરદાવવાની સાથે જ વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન ઉતરાયણ માટે બ્રિજ પર તાર લગાવવાનું કામ પ્રશંસનીય અને સમયસર કરી રહી છે, જે સારી બાબત છે. પરંતુ, જો આવી જ સતર્કતા અને ઝડપ શહેરના તૂટેલા રોડ-રસ્તા, ઉભરાતી ગટર અને પાણીના લીકેજ જેવી ગંભીર સમસ્યાઓમાં રાખવામાં આવે તો પ્રજાની સુવિધામાં મોટો વધારો થાય. 

Reporter:

Related Post