આગામી 31 ડિસેમ્બરની રાત્રે શહેરમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે કડક સૂચનાઓ જારી કરી છે.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરના તમામ ભીડભાડવાળા અને અવાવરું સ્થળો પર પોલીસ તૈનાત રહેશે.પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે, "અસામાજિક તત્વો ઉજવણીમાં દખલ ન કરે તે માટે પોલીસની વિશેષ ટિમો વાહનો સાથે પેટ્રોલિંગમાં રહેશે. જો કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે અથવા અનિચ્છનીય કાર્યવાહી કરશે, તો પોલીસ તેમને છોડશે નહીં.

વધુમાં, મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ અને વાહનવ્યવહારના સંચાલન માટે ટ્રાફિક પોલીસ ખાસ એક્ટિવ રહેશે.નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ'નું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ ફાર્મ હાઉસ કે હોટેલે ઉજવણી માટે મંજૂરી માંગી નથી, તેમ છતાં તમામ માલિકોને નિયમોનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.





Reporter: admin







