છોટા ઉદેપુર જિલ્લામાં ઢળતી બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કવાંટ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે છોટા ઉદેપુરના સરહદી એવા મોટા રામપુરા ગામે વીજળી પડી હતી જેમાં એક યુવતીનું મોત થયું હતું.
મોટા રામપુરા ગામે નીતાબેન દેસિંગભાઈ રાઠવા સાંજના સમયે એક ઝાડ સાથે બાંધેલા બળદ છોડીને લઈ જવા માટે ઝાડ પાસે ગઈ હતી તે સમયે જ અચાનક વીજળી પડતાં નીતાબેન રાઠવાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
મૃત્યુ પામેલી યુવતી નીતાબેન રાઠવાના પાર્થિવ શરીરને પોસ્ટ મોર્ટમ માટે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે
Reporter: