વડોદરા – મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની કોમર્સ ફેકલ્ટીના બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ વિભાગમાં સહાયક પ્રોફેસર તરીકે કાર્યરત શ્રી મનોજકુમાર પરમારને તાજેતરમાં ચેન્નાઈ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કૉન્ફરન્સમાં શ્રેષ્ઠ સંશોધન પેપર પ્રેઝન્ટેશન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
આ રાષ્ટ્રીય પરિષદનું શીર્ષક હતું –
“The AI Paradigm: Navigating New Business Horizons”,
જેનું આયોજન તારીખ 18 અને 19 જૂન, 2025ના રોજ
ડૉ. એમ. જી. આર. એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,
પેરિયાર ઈ.વી.આર. હાઈ રોડ, વિશ્વનાથપુરમ, મદુરવોયલ, ચેન્નઈ – ૬૦૦૦૯૫, તામિલનાડુ
દ્વારા કરવામાં આવ્યું હતું.
પેપરનું શીર્ષક અને મહત્વ:
મનોજકુમાર પરમાર દ્વારા રજૂ કરાયેલ સંશોધનપત્રનું શીર્ષક હતું:
"Impact of RBI’s Digital Rupee on Traditional Banking System in India"
(ભારતની પરંપરાગત બેંકિંગ પ્રણાલી પર આરબીઆઈના ડિજિટલ રૂપિયાનું પ્રભાવ)
આ સંશોધનમાં તેમણે આરબીઆઈ દ્વારા રજૂ કરાયેલા ડિજિટલ રૂપિયાની રચના, તેનો વ્યવસાયમાં ઉપયોગ, તેમજ તેના પરંપરાગત બેંકિંગ પ્રણાલી પર પડતા પડકારો અને શક્યતાઓ અંગે વિશ્લેષણ કર્યું છે.તેમણે વિશેષરૂપે દર્શાવ્યું હતું કે ડિજિટલ રૂપિયો બેંક એકાઉન્ટ વિના વાપરી શકાય છે, તેમાં ઑફલાઇન ટ્રાન્ઝેક્શન અને પ્રોગ્રેમેબલ ઉપયોગની ક્ષમતા છે. એ નાણાકીય સર્વસમાવેશિતા માટે એક શક્તિશાળી સાધન બની શકે છે – ખાસ કરીને ગ્રામ્ય અને અનુપસ્યિત વિસ્તારોમાં.
વિશ્લેષણ અને ભલામણો:
શોધપત્રમાં તેઓએ એવી સંભાવનાઓ દર્શાવી કે જો વ્યાપક રીતે ડિજિટલ રૂપિયો અપનાવવામાં આવે તો તે પરંપરાગત બેંકિંગ માટે પડકારરૂપ બની શકે છે. સાથે સાથે તેઓએ નીચે જેવી ભલામણો પણ રજૂ કરી:
ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવવું
ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું
ડિજિટલ રૂપિયાને UPI/NEFT સાથે સંકલિત કરવું
ગોપનીયતા અને સાયબર સુરક્ષા માટે નીતિ વિકસાવવી
બેંકો અને વેપારીઓને પ્રોત્સાહન આપવું
મનોજકુમાર પરમારનું આ સંશોધન નાણાકીય ટેક્નોલોજી અને ભારતીય અર્થતંત્રના ભવિષ્યને દિશા આપે તેવું છે. તેમને મળેલો એવોર્ડ તેમની વિદ્વત્તા, દૃષ્ટિકોણ અને સમાજપ્રતિ નિભાવેલી પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે.
Reporter: