શિમલા: હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ગઈકાલે મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ભૂસ્ખલનની દુર્ઘટનામાં વધારો થયો છે.
આજે સવારે જ ભૂસ્ખલનના કારણે શિમલાના ભટ્ટાકુફર માઠુ કોલોનીમાં એક 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોરલેન નિર્માણના કારણે ઈમારતની નીચે મોટી-મોટી તિરાડો પડી હતી.
જેથી આ ઈમારતને ગઈકાલે જ ખાલી કરાવી દેવામાં આવી હતી. આજે સવારે ઈમારત કડડભૂસ થઈ હતી. તેના લીધે અન્ય ઈમારતો પર પણ જોખમ ઉભુ થયું છે. લોકો ભય હેઠળ જીવવા મજબૂર બન્યા છે. લોકોને ઘર ખાલી કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
Reporter: admin