News Portal...

Breaking News :

ભ્રષ્ટાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મેયર ઓફિસની નેમ પ્લેટ પર કાળી મેશ લગાવી તોડી સુત્રોચાર કર્યા

2025-06-30 15:48:37
ભ્રષ્ટાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મેયર ઓફિસની નેમ પ્લેટ પર કાળી મેશ લગાવી તોડી સુત્રોચાર કર્યા


વડોદરા : ખાડોદરા બની ગયું છે તેમજ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મેયર ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા 


જ્યાં મેયરની ગેરહાજરી ને ધ્યાનમાં રાખી તેમના નેમ પ્લેટ  પર કાળી મેશ લગાવી અને તોડી નાખી ધાંધલ ધમાલ કરતા પોલીસે તેઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી અને કોર્પોરેશનનો મુખ્ય દરવાજો બંધ કરી દેતા કાર્યકર્તાઓ વૃક્ષ નીચે બેસી ગઈ ધરણા કર્યા હતા.વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆતના પ્રારંભમાં જ મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી જતા વડોદરા શહેર ખાડોદરા બની ગયું છે તેમજ ગત વર્ષે વિશ્વામિત્રીમાં ભારે પુર આવ્યું હતું તે બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અમલમાં લાવ્યા તેમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે ઉપરાંત હોડી હોનારતમાં પણ કોઈને સજા થઈ નથી તેવા વિવિધ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નિયર ઓફિસ ખાતે પહોંચી જઈ આવેદનપત્ર સુપ્રત કરવા ગયા હતા 


ત્યાં મેયરની ગેરહાજરી જોતા તેઓએ બહાર બેસી ધાંધલ ધમાલ મચાવી હતી અને મેયરના નામની જે પ્લેટ લગાવી હતી તે તોડીને ફેંકી દીધી હતી આ અંગે પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચી જઈ ધાંધલ ધમાલ કરતા આમ આદમી પાર્ટીઓના કાર્યકર્તાઓને મેયર ઓફિસની બહાર નીકળી જવા સુચના આપી હતી તે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નીચે પાર્કિંગમાં જઈને બેસી ગયા હતા જ્યારે સિક્યુરિટીએ કોર્પોરેશનનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો.

Reporter:

Related Post