વડોદરા મહાનગરપાલિકા પાલિકાની આજરોજ મળેલ સામાન્ય સભા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર સ્વ. રામ સુતારના દુઃખદ નિધન ના પગલે શોકદર્શક ઠરાવ બાદ મુલતવી કરવામાં આવી છે.

પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અને ચર્ચા માટે સામાન્ય સભા મળતી હોય છે ત્યારે આજે કહી શકાય વર્ષની છેલ્લી સભા મળી હતી જેમાં વિશ્વની સૌથી ઓછી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર અને પદ્મશ્રી અને પદ્મભૂષણ કિશન માનિત એવા સ્વ રામ સુતારના 100 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન અને સાથે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સભાસદ જયશ્રીબેન કિશોરભાઈ કહાર ના 59 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાનના પગલે આજની આ સામાન્ય સભા બે મિનિટનું મૌન પાડી આગામી તારીખ 19 ના રોજ પર મુલતવી કરવામાં આવી છે.



Reporter: admin







