રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પુરષોતમ રૂપાલા વિવાદ હવે ગામડાઓમાં પણ જોર પકડી રહ્યો છે,વડોદરાના અનેક ગામોમાં ક્ષત્રિયોએ વિરોધ નોંધાવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે,
વડોદરા કરજણના મિયાગામ અને ભરથાણામાં પણ પુરષોતમ રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા છે અને ગામના લોકોએ એકજુટ થઇ રેલી સાથે વિરોધ નોંધાવ્યો હતો,સાથે જ જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન થાય ત્યાં સુધી મિયાગામ અને ભરથાણામાં કોઈપણ રાજકીય પક્ષના પ્રચાર માટે પ્રવેશબંધી ફરમાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કરજણ મત વિસ્તાર અક્ષય પટેલ નો ગઢ ગણવા મા આવે છે ત્યારે રૂપાલા વિવાદ આ વિસ્તાર મા કેટલા અંશે સફળ થશે? એ જોવાનું રહેશે જોકે કરજણ મત વિસ્તાર મા ક્ષત્રિયો ની વસ્તી જોઈએ તો ઘણી છે પરંતુ આ વિરોધ હજુ કેટલો વકરશે તેનું કાંઈ નક્કી નથી. તેમ છતાં અક્ષય પટેલ આ વિરોઘ ને કેટલી હદે ડામી શકશે તે તો આવનારો સમય જ બતાવશે.
Reporter: