News Portal...

Breaking News :

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વધી રહ્યું છે, 2034 સુધી 191 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ

2026-08-05 17:31:00
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વધી રહ્યું છે, 2034 સુધી 191 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નું બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, વર્ષ 2034 સુધી EV બજાર 54.94 ટકા વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) સાથે વધીને 191.04 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. સરકારનું માનવું છે કે EV ક્ષેત્ર દેશની અર્થવ્યવસ્થાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.

સરકારી આંકડા મુજબ, વર્ષ 2016માં દેશમાં માત્ર 50 હજાર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું, જ્યારે 2025માં આ આંકડો વધીને 23 લાખ યુનિટ સુધી પહોંચી ગયો છે. સરકારે વર્ષ 2030 સુધી કુલ વાહન વેચાણમાં 30 ટકા હિસ્સો ઇલેક્ટ્રિક વાહનોનો કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. આ માટે દેશભરમાં 13.2 લાખ જાહેર ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની યોજના છે.

જુલાઈ 2026 સુધી દેશમાં 52,718 જાહેર ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થઈ ચૂક્યા છે, જેમાંથી 16,561 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન છે. ઉપરાંત, EV બેટરી બજાર પણ 2025ના 2.71 અબજ ડોલરથી વધીને 2034 સુધી 15.90 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. સરકારના જણાવ્યા મુજબ FAME યોજના, ACC PLI યોજના અને બેટરી લોકલાઇઝેશન જેવી પહેલોના કારણે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન, વેચાણ અને રોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે.

Reporter: admin

Related Post