News Portal...

Breaking News :

હાથમાં પિસ્તોલ સાથે યુવકનો વાયરલ વીડિયો ચર્ચામાં, અસલી કે નકલી? પોલીસ તપાસની માંગ

2026-08-05 14:44:27
હાથમાં પિસ્તોલ સાથે યુવકનો વાયરલ વીડિયો ચર્ચામાં, અસલી કે નકલી? પોલીસ તપાસની માંગ

વડોદરા: શહેરમાં સોશિયલ મીડિયામાં હાથમાં પિસ્તોલ સાથેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. વીડિયોમાં એક યુવક હાથમાં પિસ્તોલ લઈને દેખાતો હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક રીતે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે બનાવવામાં આવ્યો હોઈ શકે છે. જોકે, વીડિયો કયા હેતુથી બનાવવામાં આવ્યો હતો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને તે તપાસનો વિષય છે.

વીડિયોમાં દેખાતી પિસ્તોલ અસલી છે કે નકલી તે અંગે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પિસ્તોલની વાસ્તવિકતા અને વીડિયોની સત્યતા અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.

આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. જાહેરમાં અથવા સોશિયલ મીડિયા પર હથિયાર જેવા દેખાતા સાધનો સાથે વીડિયો બનાવી પ્રસારિત કરવાથી લોકોમાં ભય અથવા ગેરસમજ ફેલાઈ શકે છે. સમગ્ર મામલે સંબંધિત એજન્સીઓ તપાસ બાદ જ હકીકતો સ્પષ્ટ થશે.

Reporter: admin

Related Post