આર્ટિકલ 370 અને 35(A) હટાવ્યાને આજે સાત વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં થયેલા પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370 અને 35(A)નો અંત આવ્યો અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખના વિકાસ માટે એક નિર્ણાયક નવા અધ્યાયની શરૂઆત થઈ. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન પાયાની સુવિધાઓનું વિસ્તરણ થયું છે અને શિક્ષણ, આરોગ્ય સેવા, ઉદ્યોગસાહસિકતા તથા રમતગમત જેવા ક્ષેત્રોમાં તકો વધી છે.
PM મોદીએ વધુમાં જણાવ્યું કે મહિલાઓ અને લાંબા સમયથી બંધારણીય અધિકારોથી વંચિત રહેલા પછાત સમુદાયોને ભારતના બંધારણના સંપૂર્ણ અમલથી સશક્ત બનાવવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ 5 ઓગસ્ટના મહત્વનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ વર્ષ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતીનું વર્ષ પણ છે. તેમણે રાષ્ટ્રીય એકતા માટે આપેલા યોગદાનને યાદ કરતા કહ્યું કે તેમનું વર્ષો જૂનું સપનું 5 ઓગસ્ટ 2019ના રોજ ઐતિહાસિક રીતે પૂર્ણ થયું.
Reporter: admin







