News Portal...

Breaking News :

નવરાત્રિના ત્રીજા દિવસે ચંદ્રઘંટાદેવીનું પૂજન કરવું

2024-04-16 11:48:11
નવરાત્રિના ત્રીજા દિવસે ચંદ્રઘંટાદેવીનું પૂજન કરવું

નવરાત્રી એટલે સાધનાનું પર્વ ઉપાસના ઉપર નવરાત્રીના ત્રીજા દિવસે મા નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ એટલે માં ચંદ્રઘંટા નું છે માતાજીનું આ સ્વરૂપ પરમ શાંતિમય અને કલ્યાણકારી છે માં ચંદ્રઘંટા ના મસ્તક પર ઘંટા આકારનું અર્ધ ચંદ્ર છે જેના કારણે માતાજીને ચંદ્ર ઘંટા કહેવાય છે

માં ચંદ્રઘંટા દેવી નો શરીરનો રંગ સુવર્ણ સમાન તેજસ્વી છે માતાજીની દશ ભુજા છે અને દશે ભુજાઓમાં ત્રિશુલ તલવાર બાણ ઈત્યાદિ અસ્ત્રો ધારણ કરેલા છે માતાજી સિંહ પર બિરાજી છે અને માતાજીની મુદ્રા સદેવ યુદ્ધ માટે તૈયાર હોય તેવી લાગે છે માં ચંદ્રગંટા ની કૃપાથી સાધક સમસ્ત પાપ અને બાધાઓમાંથી મુક્ત થઈ જાય છે માં ભક્તોના કષ્ટોનું નિવારણ ત્વરિત કરી દે છે માં ચંદ્રગંટા ના ઉપાસક નિર્ભય અને પરાક્રમી થઈ જાય છે માં ચંદ્રગંટા ની ઉપાસના મન વચન કર્મથી શુદ્ધ આચરણ આચાર વિચારથી પૂર્ણ શ્રદ્ધાથી માં ચંદ્રગંટા ની આરાધના કરવી જોઈએ  ખાસ કરીને લાલ આસન પર માતાજીને બિરાજિત કરીને લાલ પુષ્પ માતાજીને અર્પણ કરવું ધૂપ દીપ નૈવેદ્ય ખાસ કરીને ગોળમાંથી બનેલું નૈવેદ્ય કે સુખડી સાથે દાડમનું ફળ માતાજીને અર્પણ કરવું અને રીમ ચંદ્રઘંટાય નમઃ આ મંત્ર ની એક માળા કરવી લાભ કારી રહે 

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ જે જાતકોને રાહુ અને સૂર્ય સંબંધિત ઉપદ્રવ હોય વાતો જે જાતકોને શત્રુ કૃત પીડાવો હોય સદેવ શત્રુઓથી પરેશાન રહેતા હોય તે દરેક મનુષ્યએ આજના દિવસે માતા ચંદ્રઘંટા નું પૂજન અર્ચન કરવું લાભકારી રહે


.   જ્યોતિષાચાર્ય.              સત્યમ મહેન્દ્રભાઈ જોષી

Reporter:

Related Post