News Portal...

Breaking News :

વડતાલ ધામ સ્વા.મંદિરમાં રવિવારે ૨૫૦૦ કિલો કચ્છી ખારેક ઉત્સવ ઉજવાયો

2025-06-30 18:04:06
વડતાલ ધામ સ્વા.મંદિરમાં રવિવારે ૨૫૦૦ કિલો કચ્છી ખારેક ઉત્સવ ઉજવાયો


વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ સ્વા.મંદિરમાં રવિવાર ૨૯ જૂન ના રોજ દેવોનો રાજીપો પ્રાપ્ત કરવા એક હરીભક્ત ધ્વારા ૨૫૦૦ કિલો લીલી ખારેકનો અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. 


વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતુ.કે સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ ધામમાં બિરાજમાન દેવોનો રાજીપો પ્રાપ્ત કરવામાં આવે છે.દરમ્યાન તા.૨૯ જૂન ને રવિવારના રોજના કચ્છના એક હરિભક્ત ધ્વારા વડતાલવાસી શ્રી હરિકૃષ્ણમહારાજ,લક્ષ્મીનારાયણદેવ તથા રણછોડરાય અને ધર્મભક્તિ વાસુદેવ મહારાજને ૨૫૦૦ કિલો લીલી ખારેકનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. 


સાંજે અન્નકૂટ નીચે ઉતાર્યા બાદ ખારેકનો પ્રસાદ અનાથ બાલીકાઓ, અનાથ બાળકો, રક્તપીત્તના દર્દીઓ, મંદિરનો ૧૦૦૦ ઉપરાંતનો સ્ટાફ તથા શાળાઓના નાના બાળકોને તથા વડતાલ હોસ્પીટલમાં સારવાર લેતા દર્દીઓને, બાળ સભામાં ભાગ લઇ રહેલા બાળકોને તથા આજુબાજુના ગામોમાં સેવા આપતા હરિભક્તોમાં પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી. ઉત્સવની સમગ્ર વ્યવસ્થા પૂ.શ્યામવલ્લભસ્વામી સંભાળી હતી.

Reporter:

Related Post