વડોદરા: ચોમાસા દરમિયાન મગર તેમજ સાપ રહેણાંક વિસ્તારમાં આવી જવાના વારંવાર બનાવો બની રહ્યા છે ત્યારે જાંબુઆ વિસ્તારમાં એક કારના બોનેટમાંથી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનો બનાવ બન્યો છે.
જાંબુઆની ઓમઆસ્થા સોસાયટી માં ગત રાતે એક સાપે દેખા દીધી હતી. થોડીવાર બાદ આ સાપ કારના ટાયર પાસે જઈને અદ્રશ્ય થઈ ગયો હતો. જેથી સ્થાનિક રહેવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને આ બનાવની જાણ વડોદરા પ્રાણીન ફાઉન્ડેશન ને જાણ કરવામાં આવી હતી.
આ વિસ્તારના જયુ ક્ષત્રિય નામના યુવકે કારની આસપાસ તપાસ કરતા બોનેટમાં સાપ દેખાયો હતો. જેથી અઢી કલાકની જહેમત બાદ સાપનું સફળતાપૂર્વક રેસક્યુ કરવામાં આવ્યું હતું. લગભગ ત્રણ ફૂટના બિનજેરી સાપને ગુજરાતીમાં ડેન્ડવા તરીકે ઓળખવામાં આવે છે. જીવ દયા કાર્યકરોએ આ સાપને ફોરેસ્ટ વિભાગને હવાલે કર્યો હતો.
Reporter: admin