દિલ્હી : ભારત બ્રહ્મોસથી પણ ઘાતક અને 8000 કિલોમીટરની રેન્જ ધરાવતી K-6 હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કરવા માટે તૈયાર છે.
આ મિસાઈલ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા બનાવાઈ છે. રિપોર્ટ મુજબ ભારત આ મિસાઈલને S-5 ક્લાસની પરમાણુ સબમરીનમાં તહેનાત કરી શકે છે. ઈન્ટરકૉન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ K6ની સ્પીડ અને રેન્જની વાત કરીએ તો તે બ્રહ્મોસ મિસાઈલથી પણ ખતરનાક છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, વિશ્વમાં માત્ર પાંચ દેશો પાસે જ આવી મિસાઈલ છે.હૈદરાબાદ સ્થિત ડીઆરડીઓમાં બની રહેલી K-6 મિસાઈલ ભારતની સૌથી ઘાતક મિસાઈલોમાંથી એક છે.
K-6ની ખાસીયત એ છે કે, તેને પરમાણુ સબમરીનથી લોન્ચ કરી શકાશે. આ મિસાઈલ S-5 ક્લાસની પરમાણુ સબમરીનથી લૉન્ચ કરી શકાશે અને તે અરિહંત ક્લાસની સબમરીનથી મોટી અને વધુ શક્તિશાળી હશે. તેની સ્પીડ એક કલાકમાં 9200 કિલોમીટર છે. તેની ઓપરેશનલ રેન્જ 8000 કિલોમીટર છે. એટલે કે તે થોડીક જ મિનિટોમાં દુશ્મનના વિસ્તારમાં ઘૂસી ખાતમો કરી શકશે. હાઈપરસોનિક સ્પીડ હોવાના કારણે મિસાઈલ મોટાભાગની એન્ટી-મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ચકમો આપી શકશે અને દુશ્મનને પણ વળતો જવાબ આપવાનો સમય નહીં મળે.
Reporter: admin