News Portal...

Breaking News :

મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ દ્વારા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

2025-06-30 13:42:20
મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ દ્વારા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ છેલ્લા 51 વર્ષથી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે. 


સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી "વિદ્યાર્થી ગુણ ગૌરવ સમારોહ" નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક‌ આવેલ છત્રપતિ શિવાજી ભવન ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ અધ્યક્ષ કોન્ડીરામ પાર્ટે, ઉપાધ્યક્ષ સંજય સાને, સેક્રેટરી સુનિલ મોરે સહિત કમિટી સભ્યો, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર છાયા સુમ્ભે, સામાજિક આગેવાનો, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો તેમજ સ્નાતક થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી તેઓને ભેટ સ્વરૂપે બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post