વડોદરા: શહેરના પંડ્યા બ્રિજ નીચે રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ. ટી. બસે એક બાઇક ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા હતા.
ગંભીર ઇજા પામેલા ત્રણ વ્યક્તિઓ પૈકી એકનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં રવાના કર્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.વહેલી સવારે પંડ્યા બ્રિજ પાસેથી પુરપાટ પસાર થઇ રહેલી એસ.ટી. બસે નોકરી-ધંધાર્થે બાઇક ઉપર જઇ રહેલા 25 વર્ષીય યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં બાઇક ચાલક યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
Reporter: admin







