News Portal...

Breaking News :

ભાયલીમાં SMCનો ધડાકેદાર દરોડો: ₹28.48 લાખનો વિદેશી દારૂ જપ્ત, 2 ઝડપી પડ્યા, 4 હજુ ફરાર!

2026-04-18 17:35:19
ભાયલીમાં SMCનો ધડાકેદાર દરોડો: ₹28.48 લાખનો વિદેશી દારૂ જપ્ત, 2 ઝડપી પડ્યા, 4 હજુ ફરાર!


GETCO સબ-સ્ટેશન નજીક ખુલ્લા મેદાનમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડાયો; વાહન, મોબાઈલ અને રોકડ સહિત મોટો મુદ્દામાલ કબજે

રાજસ્થાનથી સપ્લાય થતો IMFL નેટવર્ક બહાર આવ્યું, SMCની કાર્યવાહીથી દારૂબાજોમાં હડકંપ—ફરાર આરોપીઓની શોધખોળ તેજ


વડોદરા નજીક ભાયલી વિસ્તારમાં પ્રોહિબિશન રેડ: ₹28.48 લાખનો દારૂ સહિત મુદ્દામાલ જપ્ત, 2 ઝડપાયા, 4 ફરારવડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ભાયલી ગામ નજીક GETCO 66 કિલોવોલ્ટ સબ-સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં SMC દ્વારા શનિવારે પ્રોહિબિશન કટિંગ રેડ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસને મોટી માત્રામાં વિદેશી દારૂ (IMFL) મળી આવ્યો હતો.પોલીસ દ્વારા કુલ 2,904 બોટલ અને ટીન કબજે કરવામાં આવ્યા, જેની અંદાજિત કિંમત ₹8,37,360 ગણાય છે. ઉપરાંત એક વાહન (₹20 લાખ), એક મોબાઈલ ફોન (₹5,000) અને રોકડ ₹6,600 સહિત કુલ ₹28,48,960નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ મામલે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 336(2)(3), 340(2) હેઠળ ગુનો નોંધાયો છે.રેડ દરમિયાન પોલીસએ બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યા છે. 

ઝડપાયેલા આરોપીઓમાં ગોરધનભાઈ રામાભાઈ ઠાકોર (રહે. ઠાકોર ફળીયું, ભાયલી) અને સંજયભાઈ અરવિંદભાઈ પાધીયાર (રહે. મોટી ભગોળ, ભાયલી)નો સમાવેશ થાય છે.આ ઉપરાંત ચાર આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેમાં રાજસ્થાનના ઝાંઝરી થેકાથી દારૂ સપ્લાય કરનાર સપ્લાયર, મોહનસિંહ સેખાવત તથા અન્ય બે અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.આ સમગ્ર કાર્યવાહી SMCના PI એમ.કે. મલાવીયાના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી.

Reporter: admin

Related Post