જામનગર : જિલ્લા પંચાયતના બીજા માળે આવેલી આરોગ્ય વિભાગની કચેરીમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી.
આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કચેરીમાં રહેલા કોમ્પ્યુટરો અને દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવતા મોટી હોનારત ટળી હતી.આગની આ ઘટના વહેલી સવારે બની હતી. જિલ્લા પંચાયતના સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજાએ સવારે 6:38 મિનિટે કચેરીમાંથી ધુમાડા નીકળતા જોયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
સદભાગ્યે કચેરીનો સમય ન હોવાથી સ્ટાફ હાજર ન હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.કોલ મળતાની સાથે જ સ્ટેશન ફાયર ઓફિસર જે.કે. ડામોર પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. બીજા માળે લાગેલી આગને બુઝાવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર જવાનોની સમયસૂચકતાને કાર
Reporter: admin







