વાસણા રામ તળાવ પાસેથી સંદીપ પાલને ઝડપી પાડી ગોત્રી પોલીસને સોંપ્યો
ગોત્રી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાના આરોપી સંદીપ પાલને એલસીબી ઝોન-૦૨ની ટીમે પકડી પાડ્યો છે.
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, અમિક પોલીસ કમિશનર સુરીર દેસાઈ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ મંજીતા વણજારાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન-૦૨ની ટીમ સતત સક્રિય છે.ગઈકાલે ઝોન-૦૨ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશોક કલ્લાપાને તેમના આંતરિક બાતમીદાર મારફત માહિતી મળી કે ગોત્રી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાનો આરોપી વાસણા રામ તળાવની બાજુ ચાલતો-ચાલતો જતો જોવા મળ્યો છે.
આરોપી સફેદ અને વાદળી ચેક્સવાળો શર્ટ તથા કાળા રંગનું લોઅર પહેરેલો હતો.બાતમી મળતાં જ એલસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીને કોડન કરીને પકડી પાડ્યો. પકડાયેલ આરોપીનું નામ સંદીપ ઘનશ્યામભાઈ પાલ (ઉંમર 23) છે. તે મીરા સોસાયટી, બંસલ મોલ પાછળ, ગોત્રી, વડોદરામાં રહે છે અને મૂળ રામપુરી શબ્દ પ્રતાપ આશ્રમ, ગ્વાલિયર, મધ્યપ્રદેશનો વતની છે.આરોપીને ગોત્રી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આ ગુનો ગોત્રી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11196004260137/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 115(2) અને ગુજરાત પોલીસ એક્ટ કલમ 135 મુજબ નોંધાયેલ છે.આ સફળ કાર્યવાહીમાં I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ. રાઠોડ, ASI શાબીરહુસેન નુરખાન, ASI હરેશકુમાર જલેશ્વરજી, અ.હે.કો. જીવન દીલીપરાવ, અ.હે.કો. અશોક કલ્લાપા અને અ.હે.કો. ક્ષોરમસિંહ ગુલાબસિંહની સારી કામગીરી જોવા મળી છે.
Reporter: admin







