News Portal...

Breaking News :

19 વર્ષના શિકારી અયાન અહેમદે 180 સગીર છોકરીઓને પ્રેમના જાળમાં ફસાવી,અહેમદનું પ્રથમ બ્રેક થયા બાદ તે પ્લેબૉય બની ગયો

2026-04-18 10:21:10
19 વર્ષના શિકારી અયાન અહેમદે 180 સગીર છોકરીઓને પ્રેમના જાળમાં ફસાવી,અહેમદનું પ્રથમ બ્રેક થયા બાદ તે પ્લેબૉય બની ગયો


અમરાવતી: મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં 19 વર્ષના શિકારી અયાન અહેમદે 180 સગીર છોકરીઓને પ્રેમના જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હોવાનો, તેમના 350 જેટલા વીડિયો બનાવ્યા હોવાનો, તેમને બ્લેકમેલ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યા બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. 


પોલીસે કહ્યું કે, અહેમદનું પ્રથમ બ્રેક થયા બાદ તે પ્લેબૉય બની ગયો હતો.કેસની તપાસ કરી રહેલી પોલીસે આરોપીની પૂછપરછ કરી છે, જેમાં અહેમદે સામાન્ય રીતે કહ્યું કે, પ્રથમ બ્રેક થયા બાદ તે પ્લેબૉય બની ગયો હતો. તપાસ અધિકારીઓએ કહ્યું કે, આ મામલો માનસિક બિમારીથી વધુ આરોપીમાં ખાસ પ્રકારનો વિચાર અને જીવનશૈલી સાથે જોડાયેલો લાગે છે. અહેમદ સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય હતો. સમગ્ર કેસમાં તેની લાઈફસ્ટાઈલનો મુખ્ય રોલ હોવાનું પણ સામે આવ્યું છે.પોલીસે વધુમાં કહ્યું કે, અયાન મોબાઈલ ફોનનો સારો બિઝનેસ કરતો હતો. 


આ ઉપરાંત તે ઈન્સ્ટાગ્રામ પર પેડ પ્રમોશન દ્વારા પણ કમાણી કરતો હતો. તેના લગભગ 18 હજાર ફૉલોઅર્સ હતા. આજ કારણે તેની સોશિયલ મીડિયા પર સારી પક્કડ હતી. તેમ છતાં તે મિત્રો અને પરિવાર પાસેથી ઉધારમાં નાણાં લેતો હતો. આરોપી તે નાણાંનો ઉપયોગ આલીશાન અને બનાવટી જીવનશૈલીનો દેખાડો કરવા પાછળ ખર્ચતો હતો.

Reporter: admin

Related Post