News Portal...

Breaking News :

માંજલપુરમાં ભાજપ સામે બળવો ખુલ્લો: પોસ્ટર વોરમાં કોંગ્રેસને સીધું સમર્થન

2026-04-18 11:39:03
માંજલપુરમાં ભાજપ સામે બળવો ખુલ્લો: પોસ્ટર વોરમાં કોંગ્રેસને સીધું સમર્થન


લોકલને મત આપો, આયાતીથી દૂર રહો”—પોસ્ટરોમાં ભાજપના શાસન સામે આક્રોશ, અંદરખાને ભડકો બહાર આવ્યો

ગઢમાં જ ભાજપ ઘેરાયું—કાર્યકરોની નારાજગી પોસ્ટર બની રસ્તા પર આવી



ટિકિટ વિવાદથી ઉકળાટ, હવે મતદાનમાં ‘આંતરિક ઝટકો’નો ભય
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પ્રચારનાં પ્રકાર પણ બદલાઈ રહ્યા છે. શહેરમાં સોશિયલ મીડિયા વોર અને ઓડિયો વોર બાદ હવે પોસ્ટર વોર ચરમસીમાએ પહોંચી છે. માંજલપુર વિસ્તારમાં પણ ભાજપ વિરોધી પોસ્ટરો લાગતા રાજકીય ગલીયારોમાં ગરમાવો આવી ગયો છે.શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અવધૂત ફાટક પાસે આજે વહેલી સવારે સ્થાનિક રહીશો અને રાહદારીઓએ ભાજપ વિરોધી લખાણવાળા અનેક પોસ્ટરો જોયા હતા. આ પોસ્ટરોમાં ભાજપના શાસન સામે રોષ પ્રગટ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધીનાં પોસ્ટરોમાં માત્ર વિરોધ જોવા મળતો હતો, પરંતુ માંજલપુરમાં લાગેલા પોસ્ટરોમાં ભાજપનાં વિરોધની સાથે સાથે કોંગ્રેસનું ખુલ્લું સમર્થન પણ કરવામાં આવ્યું છે.અવધૂત ફાટક પાસે લાગેલા આ પોસ્ટરોમાં વિકાસનાં પોકળ વાયદાઓ અને સ્થાનિક પ્રશ્નોને લઈને શાસક પક્ષને ઘેરવામાં આવ્યો છે. “કાઉન્સિલર ગાયબ, કામ બંધ—શહેરને બચાવવા કોંગ્રેસને મત” જેવા સૂત્રો સાથે શહેર કોંગ્રેસ દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. કોંગ્રેસનાં સમર્થનવાળા આ પોસ્ટરોએ ભાજપના ગઢ ગણાતા માંજલપુરમાં સત્તાધારી પક્ષના ઉમેદવારોની ઊંઘ ઉડાડી દીધી છે.બીજા પોસ્ટરોમાં લખાયું છે કે “સ્થાનિક વિસ્તારનાં ઉમેદવારને જ મતદાન કરશો, આયાતી ઉમેદવારને મતદાન કરવાથી દૂર રહેજો.” વડોદરા જાગૃત સમિતિનાં નેજા હેઠળ આ પોસ્ટરો લગાવાયા હોવાનું કહેવાય છે. ચૂંટણીનાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પ્રકારના રાતોરાત લાગતા પોસ્ટરો મતદારોના માનસ પર મોટી અસર કરી શકે છે.



આયાતી ઉમેદવાર વિરુદ્ધ માંજલપુરમાં બળવો
આ એ જ માંજલપુર વિધાનસભાના વોર્ડ નં. 17-18 છે, જેના કાર્યકર્તાઓ અમદાવાદી પોળ ખાતે પોતાના ધારાસભ્યને રજૂઆત કરવા ગયા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે, જે ભાજપની મીટિંગમાં પણ હાજર રહેતા નથી કે વોર્ડમાં રહેતા પણ નથી. આ મુદ્દે યોગેશ પટેલનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે “આ બધું ઉપરથી થાય છે, તેમાં મારો કોઈ રોલ નથી,” તેમજ “પ્રમુખ તો જૂઠ્ઠો છે” જેવા શબ્દોનો પણ ઉચ્ચાર કર્યો હતો.હાલમાં પોસ્ટરો લાગતા વોર્ડ નં. 17-18માં આયાતી ઉમેદવારને ચૂંટણીમાં ઝાટકો મળે તો નવાઈ નહીં. અંદરખાને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે “અમે વર્ષોથી મહેનત કરી, પ્રચાર કર્યો, છતાં પાર્ટીએ અમને જ ટિકિટ આપી નહીં.

Reporter: admin

Related Post