News Portal...

Breaking News :

લીંબડી શહેરની વોરા સોસાયટીમાં ભીષણ આગમાં ગંભીર રીતે દાઝી જવાથી દંપતીનું મોત

2026-04-18 10:35:43
લીંબડી શહેરની વોરા સોસાયટીમાં ભીષણ આગમાં ગંભીર રીતે દાઝી જવાથી દંપતીનું મોત


લીંબડી: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની વોરા સોસાયટીમાં ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 


રહેણાંક મકાનમાં અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં ગંભીર રીતે દાઝી જવાથી દંપતીનું કરૂણ મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં ચાર્જિંગમાં મોબાઈલ રાખતા બ્લાસ્ટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.મળતી માહિતી મુજબ, લીંબડીની વોરા સોસાયટીમાં રહેતા શબ્બીરભાઈ બુરહાનભાઇના મકાનમાં રાત્રિના સમયે ચાર્જિંગમાં મોબાઈલ રાખતા બ્લાસ્ટ થતાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું. 


આગ એટલી ઝડપથી પ્રસરી કે પરિવારના સભ્યોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.આગ લાગી ત્યારે મકાનમાં પરિવારના કુલ ત્રણ સભ્યો ફસાયા હતા. બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર ફાઇટર તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

Reporter: admin

Related Post