દિલ્હી : લોકસભામાં મહિલા અનામત અંગે બોલાવવામાં આવેલા ખાસ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણની સામે કોંગ્રેસે જણાવ્યું હતું કે પીએમ બીજું બધું જ બોલ્યા, બિલના દરેક પાસાને સ્પર્શ્યા, પરંતુ સીમાંકનના ચાવીરૂપ મુદ્દા પર જ ચૂપ રહ્યા.
આમ તેમણે સીમાંકનના મુદ્દે દક્ષિણ, પૂર્વ, ઉત્તરપૂર્વ અને ઉત્તરની ચિંતાઓની ધરાર અવગણના કરી છે. કોંગ્રેસની સાંસદ પ્રિયંકા વાડરા ગાંધીએ જણાવ્યું હતું કે તે મહિલા અનામતનું સમર્થન કરે છે, પરંતુ તેની આડમાં થતા સીમાંકનનો વિરોધ કરે છે. તેમણે આ પ્રક્રિયાને કેન્દ્ર સરકાર દ્વારા બહેકાવવાની કાર્યવાહી ગણાવતા પીએમ મોદી પર મૂળ મુદ્દાથી બીજે ધ્યાન હટાવવાનો આક્ષેપ કર્યો. તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે વારંવાર બહેકાવનારા પુરુષોને મહિલાઓ ઝડપથી ઓળખી જાય છે.કોંગ્રેસનો દાવો છે કે સરકાર બંધારણને ચાતરી જવા પ્રયત્ન કરી રહી છે અને લોકસભામાં પરાજીત થનારા આ ત્રણ ઠરાવોને લઈને સિસ્ટમને હાઇજેક કરવા પ્રયત્ન કરી રહી છે.
લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકન પંચ સ્થાપવાના બિલનો પરાભવ થયો.કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે જણાવ્યું હતું કે આપણા ગૃહસ્થ નથી તેવા વડાપ્રધાને લોકસભામાં મહિલા અનામત બિલને લઈને ફક્ત ૪૦ મિનિટનું જ ભાષણ આપ્યું. તે સીમાંકન સિવાયના દરેક મુદ્દાને તેમના ભાષણમાં સ્પર્શ્યા. તેમણે સીમાંકનનો ઉલ્લેખ કરવાનો પણ ટાળ્યો.
Reporter: admin







