News Portal...

Breaking News :

હરણી શેનન સ્કૂલમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓમાં જાગૃતિ

2026-04-18 11:18:07
હરણી શેનન સ્કૂલમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓમાં જાગૃતિ


ટ્રાફિક પોલીસ દ્વારા નિયમો સમજાવી પ્રશ્નોતરી સાથે શપથ લેવડાવવામાં આવ્યો




વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપતા પોલીસ અધિકારીઓ કાર્યક્રમ દરમિયાન
વડોદરા શહેરમાં ટ્રાફિક જાગૃતિ વધારવાના હેતુથી ગઈ કાલે ટ્રાફિક પોલીસ શાખા–પૂર્વ દ્વારા હરણી વિસ્તારમાં આવેલ શેનન સ્કૂલ (CBSE) ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પોલીસ કમિશનર નરસિંહા કોમાર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર બી.સી. સોલંકી અને ટ્રાફિક વિભાગના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 7 થી 9 ના આશરે 200 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 


વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન અને વિડિઓના માધ્યમથી ટ્રાફિક નિયમો અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓને રોડ ડિઝાઇન, ફુટપાથ, ડિવાઇડરના પ્રકારો, ટ્રાફિક સિગ્નલ, સ્ટોપ લાઇન અને ઝેબ્રા ક્રોસિંગ જેવી મહત્વપૂર્ણ બાબતો વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ રોડ સેફ્ટી, ઇમરજન્સી નંબર, ડ્રાઇવિંગ લાયસન્સ, વાહનની નંબર પ્લેટ અને ટ્રાફિક પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને તેમના જવાબો મેળવી સમજ મજબૂત કરી હતી. અંતમાં તમામ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post