ન્યૂ યોર્ક : અમેરિકાની એઆઈ કંપની એન્થ્રોપિકના નવા મોડલ ક્લોડ માયથોસને કારણે ફાઇનાન્શિયલ માર્કેટમાં ભય જોવા મળી રહ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાને લઈને અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમી પોવેલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. રિપોર્ટ મુજબ, આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં બેંક ઓફ અમેરિકા, સિટીગુ્રપ, મોર્ગન સ્ટેનલી અને વેલ્સ ફાર્ગોના સીઈઓ હાજર રહ્યા હતા. તેમની ચર્ચાના કેન્દ્રમાં ક્લોડ માયથોસ પ્રીવ્યુ હતું. આ મોડલ કોઈપણ માણસ કરતા વધુ સારી રીતે સોફ્ટવેરની નબળાઈઓને શોધી શકે છે. નિષ્ણાતોના મતે, જો તે ખોટા વ્યક્તિના હાથમાં જાય તો હેકિંગ અને સાયબર હુમલાઓ વધવાની શક્યતા છે.
વિશ્વની સૌથી સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ ઓપનબીએસડી કે જેમાં, ૨૭ વર્ષથી કોઈ ખામી નહોતી શોધાઈ તેની ખામી પણ આ મોડલ બહાર લાવ્યું હતું. તેના કારણે સોફ્ટવેર, ફાઇનાન્સ અને લીગલ સેક્ટરના પરંપરાગત કામકાજ પર અસર પડી શકે છે. એન્થ્રોપિકના જણાવ્યા અનુસાર, આ મોડલેે રિલીઝ પહેલા જ દરેક જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ અને વેબ બ્રાઉઝરમાં હજારો ગંભીર ખામીઓ શોધી છે.
Reporter:







