મુંબઈ : અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંકટ વચ્ચે દુબઈ એક મોટો નિર્ણય લીધો છે. દુબઈએ વિદેશી એરલાઈન્સોને દૈનિક માત્ર એક જ ફ્લાઈટ ઉડાવવાની મંજૂરી આપી છે.
આ નિયમ 31 મે સુધી લાગુ રહેશે. આ નિર્ણયની સૌથી ગંભીર અસર ભારતીય એરલાઈન્સ પર પડી છે, કારણ કે ભારતથી દુબઈ સૌથી વધુ ફ્લાઈટ જાય છે.વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB)નું પણ નામ સામેલ છે. ભારતથી મોટાપાયે લોકો દુબઈ જતા હોય છે. વર્ષ 2025માં લગભગ એક કરોડ 19 લાખ ભારતીયો દુબઈ ગયા હતા. એટલે કે ભારત માટે દુબઈ એરપોર્ટ સૌથી મોટું માર્કેટ છે.દુબઈ એરપોર્ટે એરલાઈન્સોને 27 માર્ચે ઈમેલ મોકલ્યો છે. તેમાં કહેવાયું છે કે, ઈરાન સંકટના કારણે 20 એપ્રિલથી 31 મે સુધી વિદેશી એરલાઈન્સની દૈનિક માત્ર એક જ ફ્લાઈટ દુબઈ આવી શકશે.
આ નિર્ણયને ‘વન રોટેશન પર ડે’ કહેવાયું છે. એટલે કે ફ્લાઈટ માત્ર એક જ વખત આવી અને જઈ શકશે.દુબઈના આ નિર્ણયના કારણે ભારતીય એરલાઈન્સોને સૌથી વધુ નુકસાન થયું છે, કારણ કે એરાલઈન્સોએ એપ્રિલ-મેમાં દુબઈ જતી ઘણી ફ્લાઈટોનું બુકિંગ કરી દીધું છે. ડેટા મુજબ એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસે એપ્રિલ-મેમાં 750થી વધુ ફ્લાઈટોનું સંચાલન કરવાની છે, જ્યારે ઈન્ડિગોએ 481 ફ્લાઈટોનું સંચાલન કરવાની યોજના બનાવી હતી.
Reporter: admin







