વડોદરા: માંજલપુર વિસ્તારમાં રહેતી પરણિતાએ 16 ફેબ્રુઆરી 2019 ના રોજ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા ઘરે સિલાઈ મશીન બગડી ગયું હોવાથી 15મી ફેબ્રુઆરીએ રીપેરીંગ કામ કરતા નૈનેશ હસમુખલાલ પરમાર (રહેવાસી માર્ક ફ્લેટ, બિલ કેનાલ રોડ, અટલાદરા, વડોદરા)ને કોલ કર્યો હતો અને ઘરે આવીને મશીન રીપેર કરવા કહ્યું હતું.
બીજા દિવસે સવારે 10:00 વાગે નૈનેશ પરમાર મારા ઘરે આવ્યો હતા અને મશીન ચેક કર્યું હતું. ત્યારબાદ તેણે અચાનક જ મારી સાથે શારીરિક છેડછાડ શરૂ કરી હતી અને જણાવ્યું હતું કે હું તને 10,000 રૂપિયા આપીશ...હું કહું તેવું મને કરવા દે...પરંતુ મેં ના પાડી દીધી હતી. ત્યારબાદ નૈનેશે મને ધક્કો મારીને સોફા પર સુવડાવી મારી સાથે બળજબરીને કોશિશ કરી હતી.
મેં લાત મારીને તેને ફંગોળી દીધો હતો અને ફ્લેટની બહાર નીકળી ગઈ હતી.આ કેસ મેજિસ્ટ્રેટ નીરજકુમાર યાદવની અદાલતમાં ચાલી ગયો હતો. સરકાર તરફે વકીલ એસ.આર.કોસ્ટીએ રજૂઆત કરી હતી. બંને પક્ષોને રજૂઆત અને દસ્તાવેજોને ધ્યાને લઈ અદાલતે આરોપીને ત્રણ વર્ષની કેદ કરી હતી તેમજ એક લાખ રૂપિયાનો વળતર ચૂકવવાનું આદેશ કર્યો હતો.
Reporter: admin