આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા મહિલા દિનની ઉજવણી નવ નિયુક્ત શહેર અધ્યક્ષ ડો જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો જય પ્રકાશ સોનીએ નારી શક્તિને સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારની યોજનાઓ થકી આર્થિક સશકત બનેલ મહિલાઓનાં સન્માન કાર્યક્રમમાં સહભાગી થઈ નારી શક્તિના પ્રતીષ્ઠિત પરિશ્રમને સન્માનિત કરવાનો અવસર મળ્યો.સરકારશ્રીની પ્રગતિશીલ યોજનાઓ થકી આર્થિક રીતે આત્મનિર્ભર બનેલી મહિલાઓ આજે સમાજમાં એક નવી પ્રેરણા સ્થાપી રહી છે.

આ મહાન દિવસ પર, સર્વે નારીશક્તિને શુભેચ્છાઓ પાઠવું છું ભાજપ મહિલા મોરચા ધ્વરા યોજાયેલ કાર્યક્રમ માં પૂર્વ શહેર અધ્યક્ષ ડૉ વિજયભાઈ શાહ, મેયર પિન્કી સોની, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી કામિનીબેન સોની, શહેર મહામંત્રી જશવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, સત્યેનભાઈ કુલાબકર, શહેર મહિલા મોરચા પ્રમુખ કલ્પનાબેન પટેલ, મહામંત્રી ગાર્ગીબેન દવે અને મહિલા મોરચાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા..
Reporter: admin