News Portal...

Breaking News :

ભાજપા વડોદરા મહાનગર દ્વારા આરટીઇના ફોર્મ ભરવા માટે વધુ એક સહાયતા કેન્દ્રની શરૂઆત

2025-03-09 15:40:47
ભાજપા વડોદરા મહાનગર દ્વારા આરટીઇના ફોર્મ ભરવા માટે વધુ એક સહાયતા કેન્દ્રની શરૂઆત


જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અદ્યતન સગવડવાળી પ્રાઇવેટ શાળામાં વિનામૂલ્યે અભ્યાસ કરી શકે તે માટે આરટીઇના નિયમ હેઠળ ધોરણ ૧ માં પ્રવેશ માટેની કાર્યવાહી ચાલુ છે. 


વડોદરા શહેરમાં વિધાનસભા પ્રમાણે સહાયતા કેન્દ્ર કાર્યરત છે. પ્રજાજનોના ઘસારાને પહોંચી વળવા તથા આરટીઇના ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ના પડે તે હેતુથી ભાજપા મહાનગર દ્વારા નવ નિયુક્ત પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં આજે ભાજપા, મુખ્ય કાર્યાલય ,કારેલીબાગ ખાતે નવા સહાયતા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ સહાયતા કેન્દ્ર રાજ્ય સરકારે જાહેર કરેલ છેલ્લી તારીખ સુધી કાર્યરત રહેશે.


આ પ્રસંગે આરટીઇ સહાયતા કેન્દ્રની શરૂઆત કરનાર ભૂતપૂર્વ શહેર પ્રમુખ ડો.વિજયભાઈ શાહે પણ ઉપસ્થિત રહી કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે મહાનગર મહામંત્રી જશવંતસિંહજી સોલંકી, રાકેશભાઈ સેવક અને સત્યેનભાઈ કુલાબકર સહિત સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આઇટી ટીમના કન્વીનર પરેશભાઈ પટેલ સહિત તેમની ટીમ આર ટી ઇ સહાયતા કેન્દ્રની કામગીરી સંભાળી રહી છે.

Reporter: admin

Related Post