News Portal...

Breaking News :

25 વર્ષમાં 135 ગુના આચરનારા ખૂંખાર સીકલીગર ગેંગનો મુખ્ય સુત્રધાર જોગીન્દર ઝડપાયો

2025-03-09 13:20:39
25 વર્ષમાં 135 ગુના આચરનારા ખૂંખાર સીકલીગર ગેંગનો મુખ્ય સુત્રધાર જોગીન્દર ઝડપાયો


વડોદરા શહેરમાં હાલ ઘરફોડ ચોરી સહિતના પાંચ ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસથી બચવા ફરાર થઇ ગયેલા રીઢા આરોપી અને સીકલીગર ગેંગના મુખ્ય સુત્રધાર જોગીન્દરસિંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. 


સીકલીગર ગેંગ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં  ગુજસીટોકનો ગુનો પણ નોંધાયો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ભાડાના મકાનમાં રહેતા સીકલીગર ગેંગના આ મુખ્ય સૂત્રધાર જોગીન્દરસીંગ ઉર્ફે કબીરસીંગ સંતોકસીંગ સીકલીગરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.તાજેતરમાં જ વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનાનો મુખ્ય સૂત્રધાર અને છેલ્લા કેટલાય વર્ષોથી ફરાર મુખ્ય આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. 


પોલીસે બાતમીના આધારે અમદાવાદ જિલ્લાના બાકરોલ ગામમાં ભાડાના મકાનમાંથી જોગીન્દરસીંગ ઉર્ફે કબીરસીંગ સંતોકસીગ સીકલીગર (ઉં.વ. 48, રહે. સત્યનારાયણ નગર સોસાયટી, રણોલી બ્રિજ નીચે, વડોદરા) ને ઝડપી પાડ્યો છે. આ આરોપી વર્ષ 2025માં બાપોદ, અકોટા, વારસિયા અને ગોરવા પોલીસ મથકમાં ચાર ગુનામાં સંડોવાયેલો છે. જેને ગોરવા પોલીસને સોંપવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલો આરોપી જુદા જુદા સાગરીતોની ગેંગ બનાવી છેલ્લા 25 વર્ષથી પોતાના આર્થિક ફાયદા માટે વડોદરા શહેર ઉપરાંત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં તેમજ મુંબઈ ખાતે લૂંટ, ચોરી, વાહન ચોરીના ગુનાઓ અને અંજામ આપ્યો હતો. આ આરોપી અગાઉ 135 જેટલા ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે અને અગાઉ પણ ચાર વખત પાસા હેઠળ કાર્યવાહી કરી છે. આ આરોપી અગાઉ ચોરી કરવા ગયો હતો ત્યાં લોકો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો જેના કારણે તેના હાથ અને પગમાં ગંભીર જાઓ પહોંચી હતી. આરોપી જોગીન્દરસિંગ છેલ્લા 25 વર્ષથી અલગ અલગ સાગરીતોને સાથે રાખીને ચોરી, લૂંટ સહિતના ગુનાઓને અંજામ આપતો હતો. વારંવાર ગુના આચરવાની તે ટેવ ધરાવે છે અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરવામાં માહેર છે જેથી પોલીસે તેની સીકલીગર ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો અને સીકલીગર ગેંગના 10 સભ્યોને ગઇકાલે ઝડપી પાડ્યા છે. સીકલીગર ગેંગમાં કુલ 17 સાગરીત છે જેમાં 11 પોલીસના હાથે હવે ઝડપાઇ ગયા છે જ્યારે ત્રણ આરોપી અન્ય ગુનાઓમાં જેલમાં છે અને હવે ફરાર રહેલા અન્ય 3 આરોપીને પોલીસ શોધી રહી છે.

Reporter: admin

Related Post