News Portal...

Breaking News :

ગુજરાતના 13 જિલ્લાઓમાં લૂ નું એલર્ટ આગામી ત્રણ-ચાર દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી પહોંચશે

2025-03-09 18:56:58
ગુજરાતના 13 જિલ્લાઓમાં લૂ નું એલર્ટ આગામી ત્રણ-ચાર દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી પહોંચશે


વડોદરા : ગુજરાત સહિત દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 13 જિલ્લાઓમાં 'લૂ'નું એલર્ટ આપવામાં આવ્યું છે. 


જ્યારે આગામી 12 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ-ચાર દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાનો અંદાજ છે. ચાલો જાણીએ કયા જિલ્લામાં જાહેર કરાયુ ગરમીનું એલર્ટ.હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે. 


રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના આંતરિક ભાગો અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 3-4 દિવસ દરમિયાન 40-42 ડિગ્રી મહતમ તાપમાનમાં રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે (10 માર્ચ, 2025)ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરત, વલસાડ જિલ્લામાં હિટ વેવને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાતના અમુક વિસ્તારોમાં હિટ વેવની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, વડોદરા, સુરત અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.

Reporter: admin

Related Post