પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે આજે વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે. તેમાં એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે માટીના બાઉલનું વિતરણ.

ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે એ માટે માટીના બાઉલ વિતરણ અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાન માત્ર જીવદયાનું ઉદાહરણ જ નથી, પરંતુ પાણી સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ મદદરૂપ સાબિત થાય છે. ઉનાળામાં પાણીની તંગી થાય છે, અને જીવજંતુઓ માટે જીવન મુશ્કેલ બને છે. માટીના બાઉલમાં પાણી રાખવાથી પક્ષીઓને પીવાનું પાણી મળી રહે છે.માટી ના બાઉલ વિતરણ માત્ર એક દાન નથી, પણ એક સંસ્કૃતિ છે જેનાથી જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી દર્શાય છે. અને આપણે નાના પ્રયાસો કરીએ, તો એ પ્રકૃતિ અને પ્રાણીઓ માટે ફાયદાકારક સાબિત થશે.

માટીના બાઉલ વિતરણ માત્ર ઉનાળાની સીમિત પ્રવૃતિ ન રહી, પણ પ્રકૃતિ સાથે જોડાવાનું એક નિયમિત પ્રયોગ બનવું જોઈએ.છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી અને છત્રપતિ રાજે વિચાર મંચ દ્વારા ગાંધી નગર ગુહ ખાતે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ અબોલા પક્ષીઓ માટે કાળજાળ ગરમીમાં અબોલા પક્ષોને પાણી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ એ કહ્યું કે અબોલા પક્ષીઓ માટે પાણીની સાથે ચણ પણ મૂકવું જોઈએ જેથી અબલા પક્ષીઓને ગરમીમાં તેઓને પાણીની સાથે ચણ મળી રહે તેવું જણાવ્યું છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને છત્રપતિ રાજે વિચાર મંચના કાર્યકરો અને સભ્યો ઉપસ્થિત થયા હતા




Reporter: admin







