વડોદરા : માનવ જીવન અમૂલ્ય છે, અને આપણું થોડું યોગદાન અન્ય જીવન બચાવી શકે છે. રક્તદાન એ માનવ સેવા અને પરોપકારનો ઉત્તમ ઉદાહરણ છે. રક્તની જરૂરિયાત અસંખ્ય દર્દીઓને હોય છે, અને તેમનાં જીવ બચાવવા માટે રક્તદાન શિબિરનું આયોજન અત્યંત મહત્વપૂર્ણ છે.

રક્તદાન શિબિરો વિવિધ સામાજિક સંસ્થાઓ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અને સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવે છે. આવા કેમ્પમાં સ્વૈચ્છિક દાતાઓ પોતાનું રક્તદાન કરી અન્ય લોકો માટે આશાનું કિરણ બની શકે છે. આ શિબિર એક સુસજ્જ તબીબી ટીમની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવે છે,

જે રક્ત એકત્રિત કરે છે અને જરૂરિયાતમંદ ને લોહી પૂરું પાડે છે ત્યારે વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ની 162 મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ મંદિર ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ રક્તદાન કર્યું હતું.




Reporter: admin







