વડોદરા : વિશ્વામિત્રી નદી ગુજરાતના વડોદરા શહેરમાંથી વહે છે અને શહેર માટે મહત્વની પાણી પુરવઠાની સંસાધન રહી છે,

શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણના પ્રભાવ હેઠળ, આ નદી આજે ભારે દૂષિત થઈ ગઈ છે. નદીમાં ઉદ્યોગોના કેમિકલ વેસ્ટ, નગરના ગટરના પાણી અને ઘરના કચરાના નિકાલથી પ્રદૂષણ વધી રહ્યું છે, જે પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. વિશ્વામિત્રી નદીના દૂષણને રોકવું આપણું સામૂહિક જવાબદારી છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો ભવિષ્યમાં આ નદી માત્ર એક ગંદા ગટરના પ્રવાહમાં પરિવર્તિત થઈ જશે. સરકાર, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકો તમામે મળીને નદીના પુનર્જીવન માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.

નદી બચાવો, જીવન બચાવો એ સિદ્ધાંત અનુસરવો આજની આવશ્યકતા છે અને વિશ્વામિત્રી નદીના કાંઠા ઉપર દબાણના કારણે ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં પુરની સમસ્યા ઉદભવતી હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્ર નદી ને ઊંડી અને પહોળી કરવાનું પ્રોજેક્ટ હાથ દોરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ વડોદરા મહાનગર પાલિકા દ્વારા રૂપિયા 62.22 કરોડના ખર્ચે વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુરતમાં વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની, ગુજરાત સરકારના મુખ્ય દંડક, સ્થાયી સમિતિના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.





Reporter: admin