સામગ્રીમાં 200 ગ્રામ ખજૂર, 1 ચમચી મલાઈ, 5 મેરી બિસ્કિટનો ભૂકો, અડધો કપ બદામ, પિસ્તા, કાજુ અને અખરોટ જરૂરી છે.
ખજૂરના ઠડીયા કાઢી, સાફ કરી ધોઈ લેવા. એક કડાઈમાં મલાઈ ઉમેરવી. તેમાં ખજૂરના ટુકડા કરી ઉમેરવા અને સતત હલાવતા રેહવું અને દબાવતા રેહવું. ખજૂર નરમ થાય એટલે તેમાં બિસ્કિટનો ભૂકો ઉમેરવો. થોડો ભૂકો રહેવા દેવો. તેમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ આખા ઉમેરવા. એકલી બદામ પણ ઉમેરી શકાય છે
સઁતળાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી, હલકા હાથે દબાવી રોલ બનાવવો. રોલમાં બદામ આડી રહે તેમ મુકવી. પછી બિસ્કિટ ના ભુકામાં રગદોડી લેવી. રોલને પ્લાસ્ટિકની કોથળીમાં મૂકી ફ્રિજરમાં મુકવા અને ત્યારબાદ કટ કરી પીરસવા.
Reporter: admin







