વડોદરા: શહેરમાં એક પછી એક મગરના મોતની ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક 5 ફૂટનો મગર વડોદરાના વિરોદ ગામમાં સ્વામિનારાયણ વાડી નજીક અજાણી જગ્યાએ માટીમાં દળદળમાં ફસાઈ ગયો હોવાનો કોલ મળ્યો હતો. જેને પગલે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગના શૈલેષ રાવલ,દોરીલાલભાઈ ફોજદાર અને મુકેશભાઈએ પહોંચી ભારે જહેમત બાદ મગરનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું અને વન વિભાગને સોંપ્યો હતો.

Reporter: admin







